૧૭૫ વર્ષ પ્રાચીન ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં બનેલું અબડાસાનું સૌથી પહેલું ચમત્કારી મૂળનાયક શ્રી ઘ્રત્ક્લોલ પાર્શ્વનાથ ભગવાનનું મનોહર અને અત્યંત નજાકત ભર્યા શિલ્પકામ થી શોભતું જિનાલય છે.
શ્રી પાર્શ્વનાથ ભગવાનના મુખ્ય તીર્થોમાં પ્રસ્તુત તીર્થની ગણના થાય છે.પૂર્વાભિમુખ સિંહદ્વારવાળા આ વિશાળ મંદિરમાં ઉગતા સૂર્યના પ્રથમ રશ્મીઓ સીધા ગર્ભ ગૃહ પ્રવેશે છે. વિ.સં.૧૭૨૧ શ્રેષ્ઠીવર્ય ઉદેશી શાહ (મેઘશા) ને શ્રી ઘ્રત્ક્લોલ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી પ્રાપ્ત થઇ અને ત્યાંથી સાંપ્રત તીર્થનો ઈતિહાસ શરૂ થયે છે. ઉદેશી શાહ ની આર્થીક સ્થિતિ કંગાળ હતી .કરજના મોટા બોજથી કંટાળીને આપઘાત કરવાનો વિચાર કર્યો.વાવમાં પાડવા જતા દેવવાળી સંભળાઈ. ચાર તરફ નજર કરતાં કોઈ દેખાયું નહિ.એટલે સમજ્યા કે દેવ ના પડે છે. મારે આપઘાત ન કરવો .એમ વિચારી ઘેર પાછા ફર્યા. રાત્રે સ્વપ્નનું આવ્યું અધીષ્ઠાયિક દેવે સુચવ્યું કે આપઘાત કરીશ નહી .આજથી પાંચમાં દિવશે એક પાલીના રોટલા બાંધી તારા ગામની પૂર્વ દિશાએ ખારીના કિનારા ઉપર તું જઈશ ત્યારે ત્યાં દિવસ ઉગશે. એટલામાં જે માણસ તને પાળે તેને રોટલાનું પોટલું આપી તેની પાસેથી બીજું પોટલું લઇ લેજે. અને ઘેર આવજે .અનુક્રમે પાંચમે દિવશે તેણે તે પ્રમાણે કર્યું. પોતાનું રોટલા નું પોટલું આપી તે માણસ પાસેનું પોટલું લઇ તે પોતાના ઘેર આવ્યા ઘેર આવી પોટું છોડતા અંદર થી પાર્શ્વનાથ ભગવાનના પ્રતિમાજી નીકળી.પરંતુ તેનો મહિમા ન જાણવાથી તેણે તે પ્રતીમાંજીને રોટલા રાખવાના ગોખલામાં મૂકી તેની ઉપર રોટલા કરી મુક્યા.તેમાંથી રોજ રોટલા વપરાય છતાં ખૂટતા નહી.આ ચમત્કારી વાત ગામ માં પ્રસરી અને તે યતી શ્રી મહારાજ ને ખબર પડતાં તેમણે અ ઉદેશીશાહ ને ઉપદેશ આપ્યો અને જણાવ્યું કે આ ચમત્કારી પ્રતિમાજી સંઘને સોંપો. આમ પ્રતિમાજી ઉપાશ્રય પધરાવ્યા.પરંતુ પ્રતિમાજી રાતના પુનઃ પોતાના સ્થાને ઉદેશીશાહને ઘેર પ્રગટ થયા.
પ્રતિમાજીનો મહિમા વિસ્તારતા ત્યાં વિ.સં.૧૭૨૧ માં કાષ્ઠચૈત્ય નિર્માણ કરાવીને શ્રી સંઘે પ્રતીમાંજીને તેમાં સ્થાપી.પ્રતિષ્ઠા કરતાં સંઘ જમાડવો જોઈએ પણ પોતાની શક્તિ નહીં હોવાથી ઘીનો બંદોબસ્ત થઇ શક્યો નહીં. ઉદેશી શાહ તો હતા નિર્ધન, આથી મનમાં તેમણે રંજ ડંખ્યા કરે અને પશ્ચાતાપ કરવા લાગ્યાં .એમના મનનું સમાધાન કરવા સંઘ ના આગેવાનો ઘીનું એક કુંડ્લું લઇ આવ્યા . ઉદેશી શાહ આથી ફરી એક વાર વિચારે ચઢયા કે જો મારી પાસે ધન હોત તો આ કુંડ્લાથી ઘી સંઘ ને પીરસત. હે પ્રભુ તમે મારે ઘેર પધાર્યા પરંતુ હું નિર્ધન રહ્યો . આ તરફ સકળ સંઘ જમવા બેઠો. કુંડલા માંથી ઘી કાઢવામાં આવ્યું . પરંતુ ઘી ઓછુ થયું નહીં . કુંડલું એટલું જ ભરેલું રહ્યું . ઘી ફરી કાઢવામાં આવ્યું છતાં પણ ઘી ખુટેજ નહીં આથી સૌને શંકા થઇ કે ચમત્કારી પ્રતિમાજી છત્રીમાંથી કુંડલાંમાં તો નથી આવ્યાં ? જયારે કુંડલાંમાં હાથ નાખીને જોયું તો પ્રતિમાજી કુંડલાંમાં હતા . કુંડલાનું મોઢું કાપી પ્રતિમાજી બહાર કાઢી મોટો ઉત્સવ કરીને દેરાસર માં પધરાવ્યાં .આ પ્રસન પછી પ્રતીમાંજીનું ઘ્રત્ક્લોલ પાર્શ્વનાથ એવું નામ પ્રસિધ્ધ થયું .
Suthari Tirth is one of the main tirthas of the five in Kutch-Bhuj, it is very much renowned because of the miraculous idol of Shri Prabhu. The temple, situated in the heart of the town Ruthari was religiously installed and opened on the eighth day of the month of Vaishakh in V.S. 1895. The art within the peak of the temple is exquisitely attractive. The structure of the temple and the art-work from bottom up to the top in golden-brown colour is indeed charming to view. The temple has an idol of Mulanayak Shri Ghrutakallola Parshvanath Bhagavan in Padmasana posture, it is 30 cms. high. A miraculous event is associated with the typical name. A Shravaka, Uddeshi by name, purchased an idol of Shri Parshvanath Bhagavan from a poor man. He placed it in the godown of corn. On the next day it was found that the whole godown of corn was full to the brim. Surprised as he was, Uddeshi talked of this to a Yati in Suthari. The Yati got constructed a small Shrine and ceremoniously installed the idol in it. On this auspicious occasion a SWAMI-VATSALYA was organized. Ghee, placed just in one vessel, was freely used but not exhausted; it got lessened not in the least. The same idol of Shri Parshvanatha Prabhu was found in the vessel; it was taken out and ceremoniously installed with cries of victory. This popularised the name in the common masses as "Ghrutakallola Parshvanath" In the temple we also have very ancient and typical idols of Gautamaswami and Padmavatidevi.